Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના તાપી જિલ્લાના કાર્યક્રમ અંગે બેઠક યોજાઇ

  • October 15, 2022 

આગામી તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત/લોકાર્પણ થનાર છે. આ કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા સેવાસદન ખાતે બેઠક યોજાઇ હતી. 




અધ્યક્ષસ્થાનેથી પ્રભારીશ્રી મુકેશભાઇ પટેલે કાર્યક્રમના આયોજનને અનુસંધાને સોપવામાં આવેલ કામગીરીની સમિક્ષા કરતા ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં એકમેકના સહકારથી સુચારૂ રીતે કાર્યક્રમ પાર પાડવાનો છે. આ કાર્યક્રમનું ભવ્ય આયોજન થાય અને તે મુજબ જ પરિપુર્ણ થાય તેની તકેદારી રાખવાની જવાબદારી સૌની છે. ઉપરાંત પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે વિવિધ પ્રકલ્પોનું લાકાર્પણ ખાતમુહુર્ત થનાર હોઇ તક્તી તૈયાર કરવા, અને જે-તે પ્રકલ્પોની વિસ્તૃત વિગત તૈયાર કરવા સંબંધિત વિભાગોને સુચન કર્યું હતું. 




આ પ્રસંગે તાપી જિલ્લામા નવનિયુક્ત થયેલા જિલ્લા કલેકટર સુશ્રી ભાર્ગવી આર.દવે (IAS) ઉપસ્થિત અધિકારીઓને વધુ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, દરેક કામો ચોકસાઇ થી થાય તે જરૂરી છે. તેમણે મુખ્ય વિભાગના અધિકારીઓને તમામ જરૂરી કામો એક દિવસ પહેલા પૂર્ણ થાય જેથી છેલ્લી ઘડીએ કોઇ સમસ્યા ઉભી ના થાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. વધુમાં સોનગઢ તાલુકાના નજીકના ગામોના વધુ લાભાર્થીઓ લાવવા જેથી દૂરના નાગરિકોને કોઇ સમસ્યા ના થાય તેની તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ઇ-તક્તી, એક્સેસ પાસ, એનાઉન્સર, મહાનુભાવો માટે સર્કીટ હાઉસની વ્યવસ્થા જેવી વિવિધ બાબતો અંગે જરૂરી રચનાત્મક સુચનો કર્યા હતા.




જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ આગોતરી તૈયારીઓ અંગે સૌને અવગત કર્યા હતા. આ સાથે લાભાર્થીઓને  લાવવા લઇ જવા માટે બસની સુવિધા, મનોરંજન માટે ડાયરાનું આયોજન, ફુડ પેકેટ અને પાણીની વ્યવસ્થા, વીવીઆઇપી, બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા અંગે સૌને વિવિધ જવાબદારીઓ, જિલ્લા અને તાલુકા કક્ષાએ કમીટીની રચના અંગે જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી રાહુલ પટેલે કર્મચારીઓ સહિત લાભાર્થીઓના પાસ અંગે, કાર્યક્રમના સ્થળે તથા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જરૂરી વ્યવસ્થાના ભાગ રૂપે કરવાની વ્યવસ્થા અંગે જાણકારી આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે વલવી, નાયબ વન સરક્ષકશ્રી આંનદ કુમાર,પ્રાયોજના વહિવટદાર સુશ્રી અંકિતા પરમાર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાગર મોવાલીયા, બાંધકામ સમિતીના અધ્યક્ષ સહિત પદાધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application