Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે તા.૯મી ઓગષ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ

  • August 05, 2023 

આગામી તા.૯મી ઓગષ્ટ 'વિશ્વ આદિવાસી દિવસ'ની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે, ડાંગ જિલ્લામાં પણ આહવા ખાતે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં રંગારંગ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. જેના આયોજન અને અમલવારી સંદર્ભે ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા પ્રતિ વર્ષ તા.૯મી ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ, અને તેના તાલુકાઓમાં આ દિવસ ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.



જેના અનુસંધાને ડાંગ જિલ્લામાં પણ તા.૯મી ઓગષ્ટ 'વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૩'નાં કાર્યક્રમોનું આયોજન આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે કરાયું છે. આ કાર્યક્રમના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના અમલીકરણ અધિકારીઓને કલેક્ટરશ્રીએ ઉજવણીની પૂર્વ તૈયારીઓ કરીને પાર્કિંગ, પીવાનું પાણી, આરોગ્ય અને સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સ્થાનિક પદાધિકારીઓ અને આદિવાસી અગ્રણીઓ જનમેદની સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજણી કરે તે જોવા પણ તેમણે આહવાન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application