Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચમાં જિલ્લામાં ગણેશ વિસર્જન શોભાયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે મીટિંગ યોજાઇ

  • September 14, 2023 

આગામી દિવસોમાં સમગ્ર ભરૂચ જિલ્લામાં ગણેશ વિસર્જન શોભાયાત્રા નિકળનાર હોય, પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઇ. આ મીટિંગમાં ગણેશ વિસર્જનને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. ગણેશ વિસર્જન યોગ્ય રીતે થાય અને સાત્વિકતાથી આ ઉત્સવ ઉજવવામાં આવે તે માટે કલેક્ટર દ્વારા વિવિધ સૂચનો આપવામાં આવ્યા. પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી વિસર્જન વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી. આ મીટિંગમાં અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલ તથા ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને ગણેશોત્સવના આગેવાનો ઉપસ્થતિ રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News