શિક્ષણ રાજ્યમંત્રી અને ધારાસભ્યના અધ્યક્ષસ્થાને તથા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં કામરેજ તાલુકા સંકલન સમિતિની બેઠક પ્રાંત કચેરી ખાતે યોજાઈ હતી. બેઠકમાં વિકાસકામો ગુણવત્તાયુકત થાય તે જરૂરી હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું કે, સરકારના વિકાસના કામોમાં કવોલિટી બાબતમાં કોઈ કચાશ ચલાવી લેવાશે નહી. આગામી પાંચ વર્ષમાં કામરેજ તાલુકાના એક પણ ગામમાં ઝૂંપડું ન રહે, સૌને પાકા મકાનો મળે તે દિશામાં રોડમેપ બનાવી કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.
કામરેજની આસપાસ ગંદકી તથા હાઈવેના સર્વિસ રોડની સમયસર મરામત થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડ્રેનેજ તથા પાણીની પાઈપલાઈન જેવા વિકાસકામોમાં કોઈ પણ અડચણરૂપ બનતા હોય તો પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવા મંત્રીએ કહ્યું હતું. ગુજરાત ગેસ કંપની દ્વારા કામરેજમાં મહત્તમ ગામોનો સમાવેશ કરી ગેસ લાઈનની કામગીરી ઝડપી બનાવવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ અંતર્ગત કોઈ લાભાર્થી કાર્ડ વિના રહી ન જાય તે માટે ઝુંબેશ હાથ ધરવા જણાવ્યું હતું. પ્રાંત અધિકારીએ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા યાદીની ઝુંબેશમાં વધુમાં વધુ લોકોને પોતાના નામો ઉમેરવા, સુધારા-વધારા કરવાનો અનુરોધ કર્યો હતો. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application