Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે ડિસ્ટ્રિક્ટ વાયરલ હિપેટાઇટિસ કન્ટ્રોલ યુનિટની બેઠક યોજાઈ

  • July 20, 2023 

હિપેટાઇટિસ (ઝેરી કમળા)ના કેસોમાં ઉતરોત્તર નોંધાતા વધારાને લક્ષમાં લેતા, તેને ધટાડવા માટે ડાંગ કલેક્ટર મહેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની કમિટીની રચના બાદ, પ્રથમ બેઠક ગત તા.૩/૬/૨૩નાં રોજ આયોજિત કરવામાં આવી હતી. જેના અનુસધાનમાં ડિસ્ટ્રિક્ટ વાયરલ હિપેટાઇટિસ કન્ટ્રોલ યુનિટની એક અગત્યની બેઠક અધિક્ષક ડૉ.મિતેષની અધ્યક્ષતામાં જનરલ હોસ્પિટલ, આહવા ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં જનરલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ, RMO અને આ કાર્યક્રમ સાથે સંકળાયેલા સ્ટાફ, જિલ્લા ક્ષય કેન્દ્રના સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન જિલ્લાના તમામ PHC, CHC, DH, dialysis center, blood bank, Link ART center ખાતે આવતા પોઝિટિવ દર્દીને વાયરલ લોડ કરી, તમામ eligible (માર્ગદર્શિકા પ્રમાણે) દર્દીઓને સારવાર શરૂ કરવા માટે જિલ્લા સબ નોડલ અધિકારીશ્રી ડૉ.ભાર્ગવ દવે દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.



હિપેટાઇટિસ-બી પોઝેટીવ માતાથી જન્મેલા તમામ નવજાતને, જન્મના ૪૮ કલાકમાં હિપેટાઇટિસ-બીની રસી અને હિપેટાઇટિસ-બી ઇમ્યુંનોગ્લોબ્યુલીન (HBIG)નો જન્મ ડોઝ ૧૦૦ ટકા મળવો જોઈએ જે બાબત ઉપર વિશેષ ભાર મુકાયો હતો. જિલ્લાના તમામ PHC, CHC, DH ના ડાયાલિસિસ, બ્લડ બેન્ક, લીંક art center પર હેલ્થ કર વર્કર માટે પણ હિપેટાઇટિસ-બી ની વેક્સિન મૂકવા માટેના આયોજન સાથે હેલ્થ કેર વર્કરની સંખ્યા, અને વેક્સિનની જરૂરિયાતની પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જનરલ હોસ્પિટલના હિપેટાઇટિસના નિદાન માટેના કેન્દ્ર, અને સારવાર માટેના કેન્દ્રની કામગીરીમાં યોગ્ય સંકલન અને સંચાલન માટે પણ સેન્ટરના નોડલ ઓફિસરને સૂચના આપવામાં આવી હતી.



ઉલ્લેખનીય છે કે, તા.૨૮ જુલાઈ ના રોજ "વર્લ્ડ હિપેટાઇટિસ ડે" ની ઉજવણી બાબતે આરોગ્ય વિભાગ દ્વારા મળેલી સૂચના અનુસાર કરવાની થતી કામગીરી અંતર્ગત, ડાંગ જિલ્લાના વિવિધ PHC, CHC, જનરલ હોસ્પિટલ ખાતે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે. સાથે જિલ્લા કક્ષાએ રેલીનું પણ આયોજન કરવામાં આવનાર છે. અસુરક્ષિત યૌન સંબંધ, વારંવાર એક જ સોયના વપરાશથી, પરીક્ષણ કર્યા વગરનું લોહી શરીરમાં ચઢાવવાથી ફેલાતી આ (હિપેટાઇટિસ) અને એઈડ્સ જેવી બીમારી અંગે સમાજમાં જાગૃતિ આવે, તે માટેના વિશેષ કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે. બેઠકમાં અધિક્ષકશ્રી દ્વારા હિપેટાઇટિસના દર્દીને સમગ્ર જિલ્લામાં લોહી પરીક્ષણ, અને સારવાર લેવામાં કોઈ તકલીફ ના પડે, તે બાબતની સૌ નોડલ અધિકારીઓને તકેદારી દાખવવાની સૂચના આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application