માનીતી વિભાગ દ્વારા ડાંગ, ડાંગ જિલ્લા કલેક્ટર મહેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ ફોર-રૂટીન ઇમ્યુનાઇઝેશન તથા ટી.બી ફોરમની મીટીંગ યોજવામા આવી હતી. આ બેઠકમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વેક્શીનેશનની કામગીરી વિશે ચર્ચા કરવામા આવી હતી. જિલ્લામા હાલની પરિસ્થીતીએ 90થી 95 ટકા વેક્સીનેશનની કામગીરી થયેલ છે.
જિલ્લામા આરોગ્યની પરીસ્થિતીને ધ્યાને લેતા વધુમા વધુ રસીકરણ થાય તેમજ, એન્ટીનેટલ કેર હેઠળ સ્થળાંતર કરીને અન્ય જગ્યાએ કામ ધંધા અર્થે જનારા સગર્ભા માતાની પણ પુરે પુરી વિગત મેળવી, જે સ્થળે કામગીરી અર્થે ગયેલ છે ત્યાંના સંસ્થા સાથે સંપર્કમાં રહી તમામ સારવાર મળી રહે તે રીતનું આયોજન કરવા માટે કલેક્ટર દ્વારા સુચના આપવામા આવી હતી.
કલેક્ટરએ આરોગ્ય કર્મીઓને તમામ સરકારી કચેરીમા ફર્સ્ટ એઇડ કીટ પહોચાડવા માટે જણાવ્યુ હતુ. "પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત" અભિયાન હેઠળ ટીબીના દર્દીઓને પણ જિલ્લાના સામાજિક આગેવાનો આગળ આવી નીક્ષયમિત્ર તરીકે રજીસ્ટર થઇ, દતક લે તેવી આશા જિલ્લા કલેક્ટર દ્વારા વ્યક્ત કરવામા આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500