Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લા વિકાસ અધિકારીનાં અધ્યક્ષ સ્થાને ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ રચના કમીટીની બેઠક યોજાઈ

  • April 11, 2023 

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ રચના કમીટીની બેઠક યોજાઈ હતી. જેમાં વર્તમાન સમયમાં વાતાવરણમાં થઈ રહેલા ફેરફારો, ઋતુઓમાં જોવા મળી રહેલા અસામાન્ય ફેરફાર તથા માનવ શરીર પર તેની અસર વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પન્નુએ આબોહવા પરિવર્તન અને માનવ પર તેની અસર અંગેના રક્ષણાત્મક પગલા અંગે સબંધિત વિભાગીય અધિકારીઓને કેટલાંક રચનાત્મક સુચનો કર્યા હતા.




વધુમાં આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. વિભાગની કામગીરી પર તાલુકાકક્ષાએથી જ વિશેષ પ્રાધાન્ય આપવા સૌ તાલુકા વિકાસ અધિકારીઓને જણાવ્યું હતું. આરોગ્ય વિષયક કામગીરીની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જનકકુમાર માઢકે આરોગ્ય વિભાગની તમામ શાખાઓની કામગીરીનો ચિતાર પન્નુ સમક્ષ રજૂ કર્યો હતો. જે બાદ ડીડીઓશ્રીએ આરોગ્ય વિભાગની પ્રસશંનીય કામગીરીને બિરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application