Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લા પંચાયત ઉપપ્રમુખની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના આરોગ્ય કર્મચારીઓની મીટીંગ યોજાઇ

  • October 06, 2023 

સુરત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિનીબેન પટેલના સંકલન સાથે સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી રોહિતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આરોગ્ય શાખા જિલ્લા પંચાયત સુરતના તમામ કર્મચારીઓની એક મીટીંગ જિલ્લા પંચાયત કચેરી સુરત ખાતે યોજાઈ હતી. બેઠકમાં ઉપપ્રમુખે આવનારા વર્ષમાં આરોગ્યક્ષેત્રે નિશ્ચિત કરેલ લક્ષ્યાંકને સિદ્ધ કરવા હરહંમેશ કટિબદ્ધ રહેવા તમામ કર્મચારીગણને અનુરોધ કર્યો હતો. રાજય તથા કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોચે, આયુષ્યમાન કાર્ડ વિના કોઈ રહે નહી તે માટે સૌને સાથે મળીને કાર્ય કરવા જણાવ્યું હતું. આ અવસરે વર્ષ દરમ્યાન આરોગ્યક્ષેત્રે સિદ્ધ કરેલ કામગીરી અંગેની માહિતી તેઓને આપવામાં આવી હતી. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા RCH અધિકારી તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application