ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ તેમજ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં, ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક મળી હતી. આહવા ખાતે ડાંગ જિલ્લાની ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકને સંબોધતા ડો.પટેલે, ડાંગ જિલ્લાની પ્રજા સુધી સરકારી યોજનાઓના લાભ પહોચાડવા, તેમજ સરકારી કામો પુર્ણ થયા હોય તો સંબંધિત અમલિકરણ અધિકારીને પદાધિકારીઓ સાથે સંકલનમા રહીને પ્રજાજનો સુધી તેના લાભો સુપેરે પહોંચાડવા માટે અનુરોધ કર્યો હતો.
બેઠકમા જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતે, પ્રજાના પ્રશ્નોને ધ્યાને લઇને લાભાર્થીઓને સમયસર યોજનાકીય લાભો પહોંચાડવાની વિવિધ અમલીકરણ અધિકારીઓને અપીલ કરી હતી. સાથે જ પ્રાથમિક શાળાઓના ઓરડાઓ સહિતની સુવિધાઓ સુવ્યવસ્થિત કરવા જણાવ્યુ હતુ. દરમિયાન કલેકટર મહેશ પટેલે પ્રજા કલ્યાણની યોજનાઓ અને વ્યક્તિગત તથા સામૂહિક વિકાસ કામોમા ગતીશીલતા લાવવા માટે સુચનો કર્યા હતા. અમલિકરણ અધિકારોને પ્રો એક્ટિવ અભિગમ સાથે બિન જરૂરી વિલંબ ટાળવા સાથે, પૂર્ણ હકારાત્મક અભિગમ અને પરસ્પર સંકલન સાથે કાર્યવાહી કરવાની પણ તેમણે આ વેળા અપીલ કરી હતી.
જિલ્લાના ૧૪૧ જેટલા ટી.બી.ના દર્દીઓને જિલ્લા અધિકારીઓએ દત્તક લઈ, તેમણે સરવાર દરમિયાન પૂરક પોષણ મળી રહે તેવો સંવેદનશીલ અભિગમ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ લીધો છે. જેની સાંસદને જાણકારી આપતા કલેક્ટરએ, જિલ્લાની મુલાકાતે પધારેલા સાંસદને જિલ્લા વહીવટી તંત્ર વતી ‘દિશા’ના તમામ કામોના અમલિકરણમાં તંત્ર ખડેપગે રહેશે તેવી ખાત્રી આપી હતી. દિશાની નેશનલ સોસીયલ આસીસ્ટન્ટ પ્રોગ્રામ અંતર્ગતની યોજનાઓ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાય યોજના, ખેતીવાડી યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, વિવિધ વીજ યોજનાઓ, આરોગ્યલક્ષી યોજનાઓ, સમગ્ર શિક્ષા યોજના, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, આંગણવાડી કેન્દ્રની યોજનાઓ, મધ્યાહ્ન ભોજન યોજના, દીનદયાળ અંત્યોદય યોજના, ઈ ગ્રામ સેન્ટરની સેવાઓ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ-૨૦૦૫, એન.આર.એલ.એમ. યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), સંદેશ વ્યવહારની સેવાઓ સહીત પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના વિગેરેની વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામા આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500