Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જિલ્લા સેવા સદન આહવા ખાતે ‘જિલ્લા સંકલન સમિતિ’ની બેઠક યોજાઈ

  • March 21, 2023 

ડાંગ જિલ્લા સેવા સદન-આહવા ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકને સંબોધતા અધિક નિવાસી કલેક્ટર પદ્મરાજ ગાવીતે, જિલ્લાના જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીઓને ‘સો દિવસના લક્ષ્યાંક’ સંદર્ભે હાથ ધરાયેલી કામગીરીની વિગતો સત્વરે રજૂ કરવા સાથે, ગત ડાંગ દરબાર-૨૦૨૩ના આયોજન વ્યવસ્થામાં જિલ્લા અધિકારીઓનાં સફળ યોગદાનની નોંધ કલેક્ટરશ્રી દ્વારા લેવામાં આવી હોઈ, સૌને અભિનંદન પાઠવ્યા હતા. સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓની સમીક્ષા કરતા અધિક કલેક્ટરશ્રીએ એ.જી.ઓડિટના બાકી પેરા, સરકારી લેણાંની બાકી વસુલાત, તુમાર નિકાલ, નાગરીક અધિકાર પત્ર અન્વયે મળેલી અરજીઓ, બાકી પેન્શન કેસ, ગ્રામસભાના પ્રશ્નો, માહિતી અધિકાર અધિનિયમ હેઠળની અરજીઓ, સ્વચ્છ ભારત મિશન, સ્વાન્ત: સુખાય પ્રોજેકટ જેવા મુદ્દાઓની છણાવટ હાથ ધરી હતી. 




જિલ્લામાં ચાલી રહેલી એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષાઓ સહિત આગામી દિવસોમાં યોજનારી ગુજકેટ સહિતની પરીક્ષાની સ્થિતિ અંગે પણ ચર્ચા હાથ ધરી હતી. બેઠકની કાર્યવાહી સંભાળતા ચિટનીશ શ્રી અર્જુનસિંહજી ચાવડાએ જિલ્લાના સંકલન અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતું. દરમિયાન જિલ્લાની રોડ સેફટી કમિટિ, સ્વચ્છ ભારત મિશન સહિતની શ્રેણીબદ્ધ બેઠકો પણ આયોજિત કરાઈ હતી. જેમાં ઉચ્ચાધિકારીઓએ સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કર્યા હતા. જિલ્લાની જુદી જુદી કચેરીઓના વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application