બારડોલી તેમજ આજુબાજુ વિસ્તારમાં ડી.જે વગાડી ગુજરાન ચલાવતા 70થી વધુ માલિકો એકત્ર થયા હતા. તેંન ગામે આવેલ સાઈ મંદિરે તમામ એકત્ર થઈ આગામી કોને રજુઆત કરવી તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
કોરોના કાળના સમયમાં છેલ્લા દોઢ વર્ષથી ડી.જે પર પ્રતિબંધના પગલે તેઓની હાલત કફોડી થઇ છે. ભૂતકાળમાં ડી.જે વગાડવા પરમિશન આપવા 3 જેટલા આવેદન પત્રો પણ આપવામાં આવ્યા હતા. સરકાર દ્વારા સિનેમા ઘરો, મોલ સહિતને ખુલ્લા મુકાયા તો ડી.જે માટે પણ પરમિશન આપવા માંગ કરાઈ રહી છે. ત્યારે આગામી સમયમાં ડી.જે ગ્રુપના આગેવાનો ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રીને આ મામલે લેખિતમાં રજુઆત કરાશે તેવી શક્યતા સેવાઈ રહી છે.(ઝીલકુમાર દ્વારા બારડોલી-મહુવા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application