અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન આગામી મહિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લેશે. વ્હાઈટ હાઉસ તરફથી આ અંગેની જાણકારી આપવામાં આવી છે. વ્હાઈટ હાઉસના નિવેદન પ્રમાણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન આગામી મહિને દક્ષિણ કોરિયા અને જાપાનની યાત્રા કરશે અને ટોક્યો ખાતે ક્વાડ શિખર સંમેલનમાં સહભાગી બનશે. આ દરમિયાન તેઓ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મુલાકાત લેશે.
બાઈડન આગામી તા.20થી 24 મેના રોજ દક્ષિણ કોરિયા અને જાપાનની યાત્રા કરશે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ Jen Psakiએ બુધવારે જણાવ્યું કે, 'આ યાત્રા સ્વતંત્ર અને ખુલ્લા હિંદ-પ્રશાંત ક્ષેત્ર માટેની બાઈડન-હૈરિસ પ્રશાસનની નક્કર પ્રતિબદ્ધતાને આગળ વધારશે.' બાઈડન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂં સુક યેઓલ અને જાપાનના વડાપ્રધાન કિશિદા ફુમિયો સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. વધુમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ જો બાઈડન ટોક્યો ખાતે ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકાના ક્વાડ સમૂહના નેતાઓને પણ મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500