માહિતી વિભાગ, તાપી : ગુજરાતમાં સ્વચ્છતાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત ૮ સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓના માધ્યમ થકી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ સાથે ગ્રામ્ય અને તાલુકાના જાહેર સ્થળો ખાતે સામુહિક સાફસફાઇ કરી ગામમાં સ્વચ્છતા જાળવવા જાગૃતતા ફેલાવી રહ્યા છે. આ અભિયાન અન્વયે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના રાણીઅંબા ગ્રામ પંચાયતના ફેઈથ ચર્ચ પાસે ગામની બહેનો દ્વારા સામુહિક સાફ-સફાઇ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application