બારડોલીના જોળવા ખાતે રહેતી પરિણીત મહિલા 6 મહિના અગાઉ જ કડોદરા ખાતે લગ્ન કરી આવી હતી. જયારે પરિણીતા સાથે પતિ અને સાસુ સાથે ઝઘડો થતા પિતાના ઘરે જાણ કરતા પરિણીત મહિલા પિતાના ઘરેથી કુટુંબીજનો આવતા ઉશ્કેરાયેલા સાસરિયાઓએ પરિણીતા સહિત તમામ કુટુંબીજનને માર મારતા પરણિતાએ 6 વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. મૂળ બિહારના આરા જિલ્લાના અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે સિલિકોન રેસિડેનસીમાં મકાન નંબર-216માં રહેતા અક્ષયલાલ સરજુ શાહની પુત્રી પૂજાના લગ્ન 6 માસ અગાઉ કડોદરા બાલાજી ગ્રીન સોસાયટીના 32 નંબરમાં મકાનના રહેતા બિહારીલાલ ગુપ્તાના પુત્ર સોનુ સાથે થયા હતા.
રવિવારે પૂજાનો ઝગડો પતિ અને સાસુ સાથે થતા પૂજાએ ઝગડા અંગે પિતાને જાણ કરતા પિતા અને ભાઈ રાહુલ પૂજાના સાસરે આવી ઝગડા બાબતે વાતચીત કરતા પૂજાની સાસુ અને પતિએ પિતા અને ભાઈ સાથે ગાળો આપી હતી જેઓને ગાળો નહિ આપવાનું કહેતા પિતા અને ભાઈ પર પૂજાના પતિ સોનુ ગુપ્તા, સાસુ વિધાવતી દેવી, સૂરજ ગુપ્તા, શુભ મંગળ ગુપ્તા, ગોલું ગુપ્તા અને પૂજા ગુપ્તા તૂટી પડી પિતા અને ભાઈને માર માર્યો હતો ઓહાપોહ થયા આસપાસના લોકો દોડી આવી તમામને છુટા પાડ્યા હતા. પરિણીતા પૂજા શાહએ પોલીસમાં પતિ અને સાસુ સહિત 6 સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500