Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધરમપુરનાં તુંબી ગામની પરિણીતાએ પૂર્વ પ્રેમીનાં ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી

  • September 25, 2024 

ધરમપુરનાં તુંબી ગામે રહેતી પરિણીતાએ પૂર્વ પ્રેમી દ્વારા બ્લેકમેઇલ કરી નાણાં પડાવાતા હોવાથી પતિને મોબાઈલ પર મેસેજ કર્યા બાદ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તુંબી ગામે રહેતા પ્રતિક પટેલના લગ્ન આશરે દોઢેક વર્ષ પહેલા પાનસ ગામની તૃપ્તિ સાથે થયાં હતાં. જોકે ગત તારીખ ૨૨/ ૦૯/૨૦૨૪ના રોજ રાત્રે પ્રતિક તેની ઈકો કાર લઈને કામ અર્થે વલસાડ સ્ટેશન અને ત્યાંથી ધરમપુર ત્રણ દરવાજા પાસે ચાની લારી પર હાજર હતો.


ત્યારે રાત્રે ૧૦-૩૦ વાગ્યે પત્નીએ તેને ફોન કરીને, પુત્રી સૂઈ ગઇ છે, તમે આવો કહ્યું હતુ. જે બાદ થોડીવાર પછી ભાઈ ઋત્વિકએ ફોન કરીને પ્રતિકને તાત્કાલિક ઘરે બોલાવ્યો હતો. ઘરે પહોંચીને પ્રતિકે જોયું તો તેની પત્ની તૃપ્તિએ ઘરના રૂમના છતના ભાગે આવેલા પંખાની સાથે દુપટ્ટાની મદદથી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોએ તેને નીચે ઉતારીને જોયું તો તેનું મોત થઈ ચૂક્યું હતુ. આથી ગામના સરપંચને તથા પ્રતિકના સાસરે જાણ કરી હતી. પ્રતિકે ધરમપુર પોલીસ મથકે જાણવાજોગ આપેલી ફરિયાદમાં લખાવ્યું કે, તૃપ્તિને કપરાડાના ખરેડી ગામે રહેતા સેલુ નામના યુવાન સાથે લગ્ન પહેલા પ્રેમસંબંધ હતો.


જેની પતિને જાણ હતી. લગ્ન પછી પ્રેમસંબંધ નહતો. દરમિયાન તૃપ્તિએ પતિના ફોન પર મેસેજ કરીને તેનો પૂર્વ પ્રેમી સેલુ ફોટો થકી બ્લેકમેઈલ કરે છે અને પતિએ આપેલા રૂપિયા ૫.૪૦ લાખમાંથી ૨ લાખ પૂર્વ પ્રેમીને આપી દીધા બાદ વધુ ૩.૪૦ લાખની માંગણી થતી હોવાનું તૃપ્તિએ મેસેજમાં લખ્યુ હતું. પૂર્વ પ્રેમી રોજ રાત્રે તેને મેસેજ કરીને પૈસા માંગે છે તેમ જણાવીને તેણીએ પતિની માફી પણ માંગી હતી. પતિએ આ મુદ્દે ધરમપુર પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદમાં તેને કોઈના પર શક વહેમ નથી તેમ પણ લખાવતા અનેક તર્ક-વિતર્કો વહેતા થયાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application