વલસાડના ઓઝર ગામે રહેતી 26 વર્ષીય પરિણીતાએ કોઈક કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. જે બાબતની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી મહિતે મુજબ, વલસાડનાં ઓઝર ગામનાં બાવીસા ફળિયામાં રહેતા રાકેશભાઈ પટેલ ખેતી કામ કરે છે. અને મંગળવારે રાકેશભાઈની પત્નીએ તેણી ધરમપુર જનાર હોવાનું જણાવી, જમવાનું શું બનાવું તેવું પૂછતાં, રાકેશભાઈએ દાળ અને ભાત બનાવ્યા બાદ ધરમપુર જવાનું જણાવ્યું હતું.
આ દરમિયાન રાકેશભાઈના ઘરે કોઈક ગ્રાહક શાકભાજી લેવા માટે આવતા રાકેશભાઈ ગ્રાહકને શાકભાજી આપ્યા બાદ તેમના બેડ રૂમ પાસે ગયા હતા. બેડરૂમનો દરવાજો બંધ હોય રાકેશભાઈએ તેમની પત્ની શેફાલીબેનને દરવાજો ખોલવા માટે બૂમો પડી હતી. ત્યારબાદ પણ શેફાલીબેને દરવાજો નહિ ખોલતા, રાકેશભાઈએ દરવાજાને ધક્કો મારીને દરવાજો તોડી નાંખી, તપાસ કરતા પત્ની શેફાલીબેન પંખા સાથે ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ તેમણે ઓઢણીનો એક છેડો કાપી પત્નીને નીચે ઉતારી હતી અને 108ની ટીમને બોલાવી હતી. 108ના સ્ટાફે શેફાલીબેનની તપાસ કરતા તેણી મૃત હોવાનું બહાર આવ્યું હતું . ઘટના બાબતની જાણ વલસાડ રૂરલ પોલીસને કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500