વ્યારાના કપૂર ગામની નહેરમાં કુદી જીવન ટુકાવનાર પ્રેમી પંખીડાઓનો આજરોજ મહુવા તાલુકાના કોષ ગામની સીમમાંથી મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે,બનાવ અંગેની જાણ થતા અનાવલ પોલીસે બન્નેના મૃતદેહનો કબ્જો લઈ પી.એમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
વ્યારામાં કુંભારવાડ ખાતે રહેતી દિવ્યાબેન ગામીત સાથે પાંચેક વર્ષથી પ્રેમ સંબંધ હતો.
મળતી માહિતી મુજબ વ્યારાના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ દરગાહ પાસે રહેતો મોહમંદ રિઝવાન અબ્દુલ ખાલિક શેખ (ઉ.વ.૩૯) નાઓના આજથી ૧૬ વર્ષ પહેલાં થયા હતા તેઓને સંતાનમાં એક છોકરી અને નાનો છોકરો છે, ગઈકાલ તારીખ ૨૮મી એપ્રિલ ૨૦૨૩ નારોજ રિઝવાન ઘરે હતો ત્યારે તેના ઉપર કોઈનો ફોન આવેલો અને ઉતાવળમાં તેની ટુ-વ્હીલર ગાડી નંબર જીજે/૨૬/એડી/૭૮૬૧ની ઉપર બેસી જતો રહ્યો હતો,જોકે મોહમંદ રિઝવાનનો વ્યારામાં કુંભારવાડ ખાતે રહેતી દિવ્યાબેન મહેશભાઈ ગામીત (ઉ.વ.૨૮)ની સાથે પાંચેક વર્ષથી પ્રેમ સંબંધ હોય તેની બહેને રીઝવાન શેખના પરિવારજનોને કોલ કરી જણાવેલ કે, રીઝવાન અને દિવ્યા બંને જણા ગાડી લઈને કહ્યા વગર નીકળી ગયા છે,તે બાદ પરિવારજનોએ શોધખોળ કરતા મોડી સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. વ્યારાના મગરકુઈ તરફ નહેર વાળા રોડે તપાસ કરતા નહેરવાળા રોડની બાજુમાંથી રીઝવાનની ડીઓ ગાડી મળી આવી હતી, આજુબાજુમાં તપાસ કરતા નહેરની કિનારી પર બંને જણાના સ્લીપર મળી આવ્યા હતા, પરિવારજનોએ નહેરના વ્હેણ કપુરા સુધી નહેરના કિનારે કિનારે તપાસ કરતા બને જણાનો કોઈ પત્તો ન લાગતા અબ્દુલ રહીમ અબ્દુલ ખાલિક શેખએ વ્યારા પોલીસ મથકે ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.
પ્રેમી પંખીડાઓએ કમરે દુપટ્ટો બાંધી નહેરમાં જંપલાવ્યું હતું
જોકે આજ તા.૨૯મી એપ્રિલ ૨૦૨૩ નારોજ મહુવા તાલુકાના કોષ ગામની સીમમાંથી પસાર થતી નહેરના મેઈન ગેટ પાસેથી મોહમંદ રીઝવાન અને દિવ્યા ગામીત બંને જણાનો મૃતદેહ મળી આવ્યો હતો,પ્રેમી પંખીડાઓએ કમરે દુપટ્ટો બાંધી નહેરમાં જંપલાવ્યું હતું,પરિણીત યુવાનનો યુવતી સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે,સમગ્ર મામલે અનાવલ પોલીસે બન્નેના મૃતદેહનો કબ્જો લઈ પી.એમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. (ન્યુઝ અપડેટ થઇ રહ્યા છે.)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500