Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લા આહવા પોલીસ વિભાગ દ્વારા મેરેથોન દોડ યોજાઇ

  • October 28, 2023 

માહિતી વિભાગ, ડાંગ : તારીખ ૨૭મી ઓક્ટોબરે સવારે હૈદરાબાદ SVPNPA (સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ પોલીસ એકેડમી) ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ફિટનેસ પ્રોગ્રામના અંતિમ ચરણમા, ટ્રેઇની આઇ.પી.એસ ઓફીસર, એકેડમીના સ્ટાફ તેમજ પોલીસ પરીવાર માટે 5000 મીટરની મેરેથોનનુ આયોજન કરવામા આવ્યુ હતુ. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ દ્વારા હૈદરાબાદ ખાતે નેશનલ પોલીસ એકેડમીમા ફ્લેગ ઓફ કરી, આ મેરેથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું.



હૈદરાબાદ ખાતે યોજાયેલ આ કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર દેશમા મેરેથોન દોડનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા ખાતે પણ, પોલીસ વિભાગ દ્વારા આહવા સ્થિત પોલીસ હેડ ક્વાર્ટરથી મેરેથોન દોડ શરૂ કરવામા આવી હતી. નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકએ મેરેથોન દોડને લીંલી ઝંડી આપી હતી. આહવા ખાતે યોજાયેલ મેરેથોન દોડમા સાપુતારા પી.એસ.આઇ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ જોડાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application