વલસાડના પારડી તાલુકાના ટુકવાડા ગામે હાઇવે સ્થિત દુકાનમાં ગેરકાયદે ગેસ રિફિલીંગ કરતા એક ઇસમની પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી બે ગેસ સિલિન્ડર, રીફિલિંગ પાઇપ, વજન કાંટો મળી રૂપિયા 3,600/-નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ટુકવાડા હાઇવે સ્થિત ઓમ શિવ લૉન્ડ્રી નામની દુકાનમાં ગેરકાયદેસર રાંધણગેસના મોટા ગેસ સિલિન્ડર એકત્ર કર્યા બાદ નાના ગેસ સિલિન્ડરો અનઅધિકૃત રીતે રીફિલિંગ કર્યા બાદ ઉંચા ભાવે સિલિન્ડર વેચવામાં આવતા હોવાની વાપી SOG ટીમને બાતમી મળી હતી જે આધારે SOG ટીમે રેડ કરતાં રીફિલિંગ પ્રવુત્તી રંગેહાથ ઝડપી રંજીત વિરેન્દ્ર કેવટ (રહે.ટુકવાડા બાવરી મોરા ફળિયા રમેશભાઈની ચાલ રૂમ નં 2)ની ધરપકડ કરી હતી અને ત્યાંથી પોલીસે બે અર્ધ ગેસ સિલિન્ડર, વજન કાંટો, રીફિલિંગ પાઇપ મળી કુલ રૂપિયા 3,600/-નો મુદ્દામાલ કબ્જે લઈ પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application