Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં વરલી મટકાનો જુગાર રમાડતો એક ઈસમ ઝડપાયો, ત્રણ વોન્ટેડ

  • March 28, 2021 

બારડોલીના ગાંધી રોડ પર આવેલા આશિયાના નગરમાં અલફલા એપાર્ટમેન્ટની નીચે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા એકને પોલીસે ઝડપી પાડી 10,450/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે અન્ય ત્રણ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.

 

 

 

 

બારડોલી પોલીસની ટીમે રાત્રે પેટ્રોલીંગમાં હતા તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે ગાંધીરોડ પર આવેલા આશિયાના નગરમાં અલફલા એપાર્ટમેંટની નીચે જાહેરમાં વરલી મટકાનો જુગારના અડ્ડા પર છાપો માર્યો હતો. પોલીસ સ્થળ પરથી સોયેબ હનીફ શેખ (રહે આશિયાના નગર, અલફલા એપાર્ટમેન્ટ)ની ધરપકડ કરી હતી. જ્યારે યોગી, હિતેશ ઉતરાણ તેમજ સકિલ સાડુ ખાટીકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે જુગારના સાધનો સહીત રોકડા રૂપિયા 450 અને 1 નંગ મોબાઇલ કિમત રૂપિયા 10 હજાર એમ કુલ મળી 10,450/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application