Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેલઝર-ધજંબા માર્ગ પરથી મહુડાના ફૂલ અને ગોળની હેરાફેરી કરતા એક પકડાયો,ત્રણ વોન્ટેડ

  • October 03, 2020 

સોનગઢના વેલઝરથી ધજંબા જતા રોડ પર ધજંબા ગામની દૂધ ડેરી પાસેથી મહુડાના ફૂલ અને ગોળની હેરાફેરી કરતા એક બાઈક ચાલકને તાપી જીલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો હતો.જયારે  ત્રણ જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

 

વ્યારા તાલુકાના ખોડતળાવ ગામના ઢાંસલી ફળીયામાં રહેતો શંભુભાઈ જગુરામ ગુર્જર પોતાની મોટર સાયકલ નંબર જીજે/19/ક્યુ/9968 ઉપર ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે લઇ જતો મહુડાના ફૂલ અને ગોળના મુદ્દામાલ સાથે સોનગઢના ધજંબા ગામની દૂધ ડેરી પાસેથી ઝડપાઈ ગયો હતો.

 

પોલીસ તપાસમાં અન્ય ત્રણ આરોપી પ્રભુભાઈ જગુરામ ગુર્જર રહે, બેડકુવા-વ્યારા, બકાભિન રહે, કરચેલીયા અને સિંગાભાઈ જેઠિયાભાઈ ગામીત રહે, ધજંબા ગામ, નિશાળ ફળિયું-સોનગઢ નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે,

 

બનાવ અંગે પોલીસકર્મી ગોકળભાઈની ફરિયાદના આધારે કુલ રૂપિયા 24,200/-નો મુદ્દામાલ જપ્ત આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application