Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ઢોંગીઆંબા ગામનો શખ્સ નશો કરી બાઈક હંકારતા પકડાયો

  • November 18, 2020 

પોલીસ સ્ટાફના માણસો વાહનચેકિંગમાં હતા તે દરમિયાન સોનગઢ ના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી રસિકભાઈ દિલીપભાઈ ગામીત રહે, ઢોંગીઆંબા ગામ,દરગાહ ફળિયું તા.વ્યારા નાનો પોતાની કબજાની મોટર સાયકલ નંબર જીજે/26/એએ/4252 ઉપર વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી તથા ડ્રાયવિંગ લાયસન્સ વિના બાઈક હંકારી, લોકોની જિંદગી જોખમાય તે રીતે વાંકીચુકી ચલાવી લાવતા પકડાઈ ગયો હતો.

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ મેરાભાઈ ની ફરિયાદના આધારે બાઈક ચાલક વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application