Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ:ધમોડી ગામ નો યુવક બાઈક ઉપર ઈંગ્લીશ દારૂ સાથે પકડાયો, બે વોન્ટેડ

  • November 01, 2020 

તાપી જીલ્લા ડીવાયએસપી સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના ટોકરવા ગામ ચાર રસ્તા પાસેથી આજરોજ બાઈક નંબર જીજે/26/એએ/2156 ઉપર લઇ જવાતો ઈંગ્લીશ દારૂ સાથે બાઈક ચાલક અતુલભાઈ નગીનભાઈ ગામીત રહે, ધમોડી ગામ,ડુંગરી ફળિયું તા.સોનગઢ ના ને ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

તપાસ દરમિયાન અતુલ ગામીતના કબ્જા માંથી એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 5,000/- તથા ઈંગ્લીશ દારૂની કુલ બાટલીઓ નંગ 96 જેની કિંમત રૂપિયા 4,800/- નો દારૂ મળી આવ્યો હતો.પોલીસની વધુ તપાસમાં આનંદભાઈ કાંતિલાલ ગામીત રહે,ધમોડી ગામ તા.સોનગઢ નાએ દારૂનો જથ્થો મંગાવ્યો હતો જયારે નવાપુર ખાતે આવેલ કાકા વાઈન શોપ ના સંચાલકે દારૂનો જથ્થો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સંદીપભાઈ ની ફરિયાદના આધારે દારૂ,મોબાઈલ ફોન અને બાઈક મળી કુલ રૂપિયા 89,800/- નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી બે જણા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application