Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લખનઉનાં ટ્રાન્સપોર્ટ નગરમાં ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટનાં સર્જાઇ : પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ

  • September 08, 2024 

ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉનાં ટ્રાન્સપોર્ટ નગરમાં ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. હાલ આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી છે. બચાવ કામગીરી દરમિયાન ઇજાગ્રસ્ત લોકોને કાટમાળમાંથી નિકાળી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને ઘટનાસ્થળે હાજર રહેવાના આદેશ આપ્યા છે.


પ્રાપ્ત જાણકારી અનુસાર શહીદ પથની પાસે ટ્રાન્સપોર્ટ નગરમાં શનિવારે અચાનક જ એક ઈમારત ધરાશાયી થઈ હતી. ઈમારતની આસપાસ ઘણાં સમયથી પાણી ભરાયેલું છે એના કારણે પાયા નબળા થઈ ગયા હોઈ શકે. સ્થાનિકોનું કહેવું છે કે, ઘણા સમયથી ઈમારતની હાલત ખરાબ હતી પણ ધ્યાન આપવામાં આવતું નહોતું. આ ઈમારત ધરાશાયી થયા બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. રાહત અને બચાવ કાર્ય માટે SDRF અને NDRFની ટીમોને પણ તાબડતોબ સૂચના આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા. CM યોગીએ પણ ઘટનાની જાણ થતાં જ પોલીસ જવાનોને ત્યાં ઘટના સ્થળે હાજર રહેવાના આદેશ આપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application