લીબિયાના સમુદ્ર કિનારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં અપ્રવાસીઓથી ભરેલી એક બોટ પલટી ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. લીબિયામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠનએ જણાવ્યું કે, એક દુઃખદ જહાજ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 61 અપ્રવાસીઓ ડૂબી ગયા હતા. માહિતી અનુસાર જીવીત બચી ગયેલા લોકોએ કહ્યું કે, આ બોટમાં આશરે 86 લોકો સવાર હતા. આ બોટ લીબિયાના જવારા શહેરથી નીકળી હતી. ઉલ્લેખનીય છે કે, લીબિયા જ્યાં 2011માં નાટો સમર્થિત બળવા બાદથી અસ્થિરતા ફેલાઈ છે અને સમુદ્રના માર્ગે યુરોપ પહોંચવા માગતા લોકો અહીંથી જ બોટના માધ્યમથી દરિયામાં મોતની સફર કરવા નીકળી પડે છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે માનવ તસ્કરી નેટવર્ક મુખ્યરૂપે સૈન્ય જૂથ દ્વારા ચલાવાય છે જે આ દરિયા કિનારાના ક્ષેત્રો પર નિયંત્રણ ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application