ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવક ઉપલબ્ધ બનતા આજરોજ રાત્રે ૮ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૪૨.૫૮ ફૂટ ઉપર પહોંચી હતી અને ડેમમાં ૪,૯૩,૧૦૪ ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી,ઉકાઈ ડેમના ૨૨ ગેટ પૈકી ૮ ગેટ ૯ ફૂટ અને ૭ ગેટ ૧૦ ફૂટ ખોલી ડેમમાંથી અંદાજીત અઢી લાખ ક્યુસેક જેટલો પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ ઘણા દિવસોથી ઉકાઇ ડેમમાં વધતા ઓછા -પ્રમાણમાં નવા પાણીની વિપુલ આવક થઇ રહી છે જેથી ડેમની સપાટી તેના ભયજનક લેવલ નજીક પહોંચી છે,ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.
પ્રકાશા ડેમના તમામ ગેટ ખોલવામાં આવ્યા
તા.૧૭મી સપ્ટેમ્બર નારોજ રાત્રે ૮ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૪૨.૫૮ ફૂટે પહોંચી છે.ઉકાઇ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યદેશમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતા આજે રાત્રે ૮ કલાકે પ્રકાશા ડેમના (૨૭ ગેટ) તમામ ગેટ ખોલી કરીને ડેમમાંથી ૫ લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે,તેમજ પ્રકાશા ડેમની જળ સપાટી ૧૦૯.૬૦૦ મીટર નોંધાઇ હતી.
હથનુર ડેમના ૧૨ ગેટ પુરેપુરા ખોલવામાં આવ્યા
આજ રીતે પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી રાત્રે ૮ કલાકે ૨૧૧.૦૮૦ મીટર નોંધાઇ હતી અને હથનુર ડેમના ૧૨ ગેટ પુરેપુરા ખોલી ડેમમાંથી તાપી નદીમાં ૬૯ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
તાપી જિલ્લાની નંબર-૧ ન્યુઝ એપ tapimitra ગુગલ પ્લે સ્ટોરમાંથી આપના એન્ડ્રોઇડ ફોનમાં આજે જ ઇન્સ્ટોલ કરો
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500