છેલ્લા દોઢેક દાયકાથી સાવજો જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં વધુ દેખાતા થયા છે. અમરેલી જિલ્લામાં તો સિંહની મોટાભાગની વસ્તી રેવન્યુ વિસ્તારમાંજ વસે છે. અહીંના ગૃપો પણ બાવળની કાંટ અને પાંખા જંગલોમાં વધુ વસે છે. અને આજ તેના માટે પરફેક્ટ રહેણાંક છે.
કારણકે, ગીરનું જંગલ હવે ગીચ બની ગયું છે. અને સિંહને ગીચ જંગલમાં બહુ ન ફાવે. એ વાત સાચી કે, પ્રકૃતિના જતન માટે ગીચ જંગલો ખુબજ જરૂરી છે. આ માટે જ વનવિભાગ જંગલમાંથી લાકડાં કાપવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવામાં સફળ રહ્યું છે.
પણ સાથે એજ વાત સિંહને જંગલમાંથી બહાર આવવું પડે એ માટે ક્યાંકને ક્યાંક નિમીત્ત બની ગઇ છે. ગીર સોમનાથમાં સિંહણ અને ત્રણ સિંહ બાળ ખેડૂતની વાડીએ પશુઓના પાણી પીવાના કુંડામાં પાણી પીતા કેમરામાં કેદ થયા છે. અવાર નવાર સિંહ પરિવાર ગીર નજીકના વાડી વિસ્તારમાં આવી ચડતો હોય છે..ત્યારે વધુ એકવાર સિંહ પરિવાર વાડીમાં આવેલા કુંડમાંથી પાણી પીતો ફોટા અને વિડીયો વાયરલ થયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500