મુંબઇનાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનનાં રવીન્દ્ર નામનાં સિંહનું સોમવારે સાંજે 5.30 કલાકે મૃત્યુ થયું હતું. જોકે રવીન્દ્ર રાષ્ટ્રીય ઉદ્યાનનો સૌથી મોટી ઉંમરનો સિંહ હતો. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે, રવીન્દ્રની ઉંમર 17 વર્ષની હતી. રવીન્દ્રને વૃદ્ધાવસ્થાની ઘણી શારીરિક સમસ્યાઓ હતી. પરિણામે તેનાં ઘણાં અંગ કાર્ય કરતાં નહોતાં. અમે છેલ્લાં બે વરસથી તેની સારવાર કરતાં હતા. રવીન્દ્રનું મૃત્યુ થયું હોવાથી હવે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં જેસ્પા (ઉ.વ.12) નામનો એક જ સિહ છે. રવીન્દ્ર ચાર વરસનો હતો ત્યારે 2009નાં સપ્ટેમ્બરમાં તેને બેંગલુરુનાં બેનેરગટ્ટા પ્રાણી સંગ્રહાલયમાંથી મુંબઇ લાવવામાં આવ્યો હતો. હવે જોકે થોડા સમય બાદ ગુજરાતમાંથી સિંહ-સિંહણની જોડી મુંબઇ આવે તેવી વ્યવસ્થા થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application