સોનગઢના ઉકાઈમાં જીવન સાધના વિદ્યાલયમાં રાત્રિ દરમિયાન દીપડો ફરતો દેખાતા ફફડાટ ફેલાયો છે. જોકે વન વિભાગને જાણ કરવામાં આવતા દીપડા પર નજર રાખી તેના આવન-જાવનની જગ્યા પર પાંજરૂ ગોઠવી તેને પકડવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ઉકાઈ વિસ્તારમાં દીપડાની હાજરીની વાત માલુમ પડતા ગ્રામજનો ભયભીત બન્યા
સોનગઢ દીપડાઓ માટે ખૂબ અનુકૂળ સ્થાન બન્યું હોય એવું ભાસી રહ્યું છે.છાશવારે દેખાતા દીપડાઓ વન વિભાગ માટે માથાનો દુ:ખાવા સામાન બની રહ્યા છે.હાલમાં ઉકાઈના ત્રણ રસ્તે પાસે એક ચાની દુકાન નજીક પણ થોડાક દિવસ અગાઉ રસ્તેથી પસાર થતા રાહદારીઓએ દીપડાને જોયો હતો. તેમણે ઉકાઈના રહીશોને દીપડો હોવાની વાતની જાણ કરી હતી.ઉકાઈના લોકોએ પણ નજર દોડાવતા કદાવર દીપડો નજરે ચઢ્યો હતો. જે બાદ અદૃશ્ય થઈ ગયો હતો.ઉકાઈ વિસ્તારમાં દીપડાની હાજરીની વાત માલુમ પડતા ગ્રામજનો ભયભીત બન્યા હતા.
ઉકાઈની જીવન સાધના વિદ્યાલયમાં લટાર મારતો દીપડો શાળાના સીસીટીવી કેમેરામાં કેદ
જોકે ફરીવાર સોમવારની રાત્રીએ ઉકાઈની જીવન સાધના વિદ્યાલયમાં લટાર મારતો દીપડો શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. તાપીમિત્રએ શાળાના પ્રિન્સીપાલ સાથે ટેલીફોનીક કરેલ વાતચીતમાં તેઓએ જણાવ્યા હતું કે,શાળાના ચૌકીદારે અને મજૂરે રાત્રીના સમયમાં આશરે ૨૦ ફૂટ દુરથી દીપડાને નજરે જોયો હતો અને શાળાના પટાગણમાં લટાર મારતો દીપડો સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગયો છે.જેની જાણ વનવિભાગને પણ કરી દેવામાં આવી છે.
સાંજ સુધીમાં પાંજરું ગોઠવી દેવામાં આવશે
જોકે ઉકાઈમાં મુખ્યમાર્ગ પરથી પણ દીપડો આંટાફેરા કરતો લોકોની નજરે ચઢ્યો હતો.આમ સોનગઢના ઉકાઈમાં લાંબા સમયથી દીપડાની હાજરી જોવા મળી રહી છે,ત્યારે લોકો વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવુ ઈચ્છી રહ્યા છે.દીપડો નજરે પડ્યો હોવાની અરજી મળી વહેલીતકે પાંજરું ગોઠવી દેવા માટેની તજવીજ હાથ ધરી છે,સાંજ સુધીમાં પાંજરું ગોઠવી દેવામાં આવશે-સોનગઢ આરએફઓ,અનીલભાઈ પ્રજાપતિ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500