ડાંગ જિલ્લાના ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકની આહવા (પશ્ચિમ) રેંજના કાર્ય વિસ્તારમાં તા.૩/૧૦/૨૦૨૩ના રોજ સવારે ગોવાળ ઉપર દિપડા દ્રારા થયેલ હુમલાના પ્રકરણમાં, નાયબ વન સંરક્ષક (ઉત્તર ડાંગ વન વિભાગ) ડી.એન.રબારીના માર્ગદર્શન હેઠળ, આહવા (પશ્ચિમ) રેંજ આર.એફ.ઓ. વિનયકુમાર.પી.પવાર અને તેમની ટીમે દિપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યુ હતુ. પરંતુ પ્રથમ દિવસે દિપડો પાંજરાની આસપાસ ફરીને ચાલ્યો ગયો હતો અને તા.૫/૧૦/૨૦૨૩ના રોજ આ દિપડો પાંજરે પુરવામાં વન વિભાગની ટીમને સફળતા મળી છે. આ દિપડાને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુકત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્ત શુકરભાઇ બસ્તરભાઇ બાગુલને તાત્કાલીક સારવાર અર્થે વલસાડ સિવિલ ખાતે દાખલ કરેલ છે, અને વન્યપ્રાણી દ્રારા થયેલ હુમલાનુ વળતર ચુકવવાની કાર્યવાહી વન વિભાગ દ્વારા હાથ ધરવામા આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application