કૂનો નેશનલ પાર્કમાંથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ સાસા નામની માતા ચિત્તાનું મૃત્યુ થયું હતું, તો હાલ ઓબાન નામના ચિત્તાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ઓબાન નામનો ચિત્તો કૂનો નેશનલ પાર્કમાંથી બહાર નીકળી ગયો છે અને તે ગામમાં ઘૂસી ગયો છે. ઓબાન ચિત્તો ગામમાં ઘૂસ્યો હોવાની વાત વાયુવેગે ફેલાતા ગ્રામવાસીઓમાં દહેશત ફેલાઈ છે. મળતા અહેવાલો મૂજબ કૂનો નેશનલ પાર્કમાંથી ઓબાન નામનો ચિત્તો બહાર નીકળી ગયો છે અને તે ગામમાં ઘૂસી ગયો છે. આ સમાચાર ગ્રામવાસીઓને કાને પહોંચતા દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ વન વિભાગની ટીમે ઓબાન ચિત્તાને ખુલ્લા જંગલમાં છોડ્યો હતો. ઉલ્લેખનિય છે કે, વિજયપુર તાલુકાના ગોલીપુરા અને ઝાડ બરોડા ગામ નજીકના વિસ્તારમાં ઓબાન ચિત્તો ઘુસી ગયો છે, જેના કારણે ગ્રામવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનો લાકડીઓ અને સળિયા સાથે એકઠા થઈ ગયા છે. તેમજ વન વિભાગની ટીમ અને ટીમ વાઈલ્ડ લાઈફ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને DFO સાથે ઓબાન ચિત્તાની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી નામીબિયાથી આવેલો ઓબાન નામનો ચિત્તો નેશનલ પાર્કમાંથી બહાર નીકળી ગયો છે.
ઓબાન ચિત્તો નેશનલ પાર્કના વિસ્તારમાંથી બહાર આવીને વિજયપુર તાલુકાના ગોલી પુરા અને ઝાર બરોડા ગામ પાસે પહોંચ્યો છે. જ્યારે ગ્રામવાસીઓએ આ ચિત્તાને ગામના ખેતરોમાં જોયો તો તેઓ ભયભીત થઈ ગયા હતા. ત્યારબાદ તમામ ગ્રામવાસીઓએ જીવ બચાવવા પોતાના હાથમાં લાકડીઓ લઈને વન વિભાગને જાણ કરી હતી. જ્યારે વન વિભાગને ખબર પડી કે, કુનો નેશનલ પાર્કમાંથી એક ચિત્તો બહાર આવીને ગામમાં પહોંચી ગયો છે, ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ફોર્સ સાથે તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા છે અને વાઈલ્ડ લાઈફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ત્યારબાદ તેમણે જોયું કે એક ચિત્તો ખેતરમાં બેઠો હતો, જેની ઓળખ નામીબિયાના ઓબાન ચિત્તા તરીકે કરાઈ છે. હાલમાં વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ ચાલી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લાવવામાં આવેલા એક માદા ચિત્તાનું મોત થયું છે. ભારતમાં ચીત્તા વસાવવાના પ્રોજેકટ હેઠળ ગત નવેમ્બરમાં નામીબિયાથી ચિત્તા લાવવામાં આવ્યા હતા. તેમાં શાશા નામની એક માદા ચિત્તાનો પણ સમાવેશ થતો હતો.
ભારત લાવવામાં આવી ત્યારે શાશા કિડની ઇન્ફેકશન ધરાવતી હતી. આ કિડની ઇન્ફેકશન જ તેના મોતનું કારણ બન્યું છે. કુનો નેશનલ પાર્કમાં ગત સપ્ટેમ્બર માસમાં નામીબિયાથી ૮ ચીત્તા લાવવામાં આવ્યા હતા. ૧૮ ફેબુ્રઆરીના રોજ સાઉથ આફ્રિકાથી ૧૨ નવા ચીતા લાવીને પાર્કમાં વસાવાયા છે. હવે પાર્કમાં ચીત્તાની કુલ સંખ્યા ૨૦ થઇ હતી જે હવે ૧૯ થઇ છે. તાજેતરમાં નામીબિયાથી લાવવામાં આવેલા ચીત્તા ઓબાનની તસ્વીર વાયરલ થઇ હતી. છે.વનકર્મી દ્વારા ઓબાન નદી કિનારે પાણી પીવા આવ્યો ત્યારે લેવામાં આવી હતી. વર્ષોની મહેનત પછી ભારતમાં ચીતા વસાવવાનો ચીત્તા પ્રોજેકટ મુર્તિમંત થયો છે.જંગલમાં મુકત રીતે ફરતા ચીતા જોતા માટે આઝાદી પછી ખૂબ રાહ જોવી પડી હતી. આ પહેલા રવીવારે હૈદરાબાદના પ્રાણી સંગ્રહાલયમાંના એક માત્ર ચિત્તા અબ્દુલ્લાનું મોત થયું હતું. આમ એક જ અઠવાડિયામાં બે ચિત્તાના મોત થયા છે જોકે બંનેનાં કોઇ શારીરિક તકલીફના કારણે કુદરતી રીતે મોત થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500