કામરેજના ઘલા પાટીયા નજીક રાત્રે અજાણ્યા વાહન અડફટે દિપડાનું મોત નિપજ્યું હતું. કામરેજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસેથી મળતી માહિતી અનુસાર, બુધવારનાં રોજ મોડી રાત્રે બાર વાગ્યા આસપાસ અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે નંબર-48 પર આવેલા ઘલા પાટીયા નજીકના આવેલા નાળા પાસે રોડ ક્રોસ કરી રહે રહેલા અંદાજિત સાત વર્ષીય નર દીપડાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે આવી જતાં મોત નિપજ્યું હતું. કામરેજ રેન્જ ફોરેસ્ટને ઘટના જાણ થતા તેઓ એક અકસ્માતના પગલે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મૃતક દીપડાનો કબ્જો મેળવી ઓરણા પશુ દવાખાનાના પશુ ચિકિત્સક દ્વારા પી.એમ.ની કાર્યવાહી બાદ તેને ખડસદ નર્સરી ખાતે અગ્નિ સંસ્કાર વિધી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application