ભીનાર ગામમાં દીપડાએ વાછરડા પર હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જલાલપોર તાલુકાનાં ભીનાર ગામનાં પોમલિયુ ફળિયામાં રહેતા અને ખેતી-પશુપાલન સાથે સંકળાયેલા અલ્કેશ પરભુભાઇના ઘરે ગતરોજ રાત્રે 11 કલાકના સમયે દીપડાએ વાછરડા પર હુમલો કર્યો હતો. દીપડાનો અવાજ તેમના કાકાએ સાંભળતા દરવાજો ખોલી જોવા જતા દીપડો ભાગી છૂટ્યો હતો. વાછરડાના ગળાના ભાગે દીપડાએ હુમલો કરતા ઈજા પહોંચી હતી, ગામના સરપંચને ઘટનાની જાણ કરતા ઘટના સ્થળે આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વધુ ગામો વચ્ચે ફક્ત એક પાંજરું મૂકતા હોવાના કારણે દીપડો પકડાય તેવી પરિસ્થિતિ નથી. જોકે રહેણાંક વિસ્તારમાં દીપડાના હુમલાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application