Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવાની વિજ્ઞાન કોલેજ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય સેમિનાર યોજાયો

  • August 03, 2023 

રાજ્યભરમાં યોજાઈ રહેલા 'નારી વંદન સપ્તાહ' અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે મુજબ સપ્તાહ ઉજવણીના પ્રથમ દિવસે, મહિલા અને બાળ અધિકારીની કચેરીના ઉપક્રમે 'ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫' અંતર્ગત કાયદાકિય સેમિનારનું આયોજન કરાયું હતું. આ એક દિવસીય માર્ગદર્શન સેમિનારમાં ડાંગ જિલ્લા મહિલા અને બાળ અધિકારી આર.એ.ચૌધરી, તેમજ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રીમતી આર.એન.ગામીતનાં માર્ગદર્શન હેઠળ એડ્વોકેટ રોશન સરોલિયા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ કાયદા અને સાયબર ક્રાઈમ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે સિવિલ હોસ્પિટલના ચિકિત્સક મનોવૈજ્ઞાનીક ડો. મનિષાબેન પંચાલ દ્વારા મેન્ટલ હેલ્થ વિશે, તથા મહિલા બાળ વિકાસ વિભાગના અલગ અલગ એકમો જેવા કે સખી વન સ્ટોપ સેન્ટર, 181-અભયમ મહિલા હેલપલાઇન, મહિલા વિવિધલક્ષી કેન્દ્ર, નારી અદાલત વિશેની જાણકારી જે તે એકમના પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application