Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં જુની પેન્શન યોજના લાગુ કરવા માટે કલેકટરાલયના કેમ્પસમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ મહાપંચાયત સભાનું આયોજન કર્યું

  • December 10, 2023 

સુરત શહેરમાં જુની પેન્શન યોજના લાગુ કરવા માટે કલેકટરાલયના કેમ્પસમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ મહા પંચાયત સભાનું આયોજન કર્યું હતુ. જેમાં જયાં સુધી પેન્શન યોજના લાગુ નહીં પડે ત્યાં સુધી લડી લેવાના નિર્ધાર વ્યકત કર્યો હતો. ગુજરાત રાજયમાં નવી પેન્શન યોજના દૂર કરીને જુની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવા માટે રાજયભરમાં લડત ચલાવાઇ રહી છે. આ લડતના ભાગરૂપે સુરત શહેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા મહા પંચાયતનું આયોજન કરાયુ હતુ.



જેમાં અઠવાગેટથી જિલ્લા સેવા સદન સુધી રેલી કાઢી હતી અને ત્યારબાદ જિલ્લા સેવા સદનમાં જ મહાપંચાયતનું આયોજન કરીને જુની પેન્શન યોજના લાગુ કરવા માટે છેવટ સુધી મક્કમ ગતિએ લડી લેવાનો સૌએ નિર્ધાર વ્યકત કર્યો હતો. ત્યારબાદ સુરત જિલ્લા કલેકટરાલયમાં આવેદનપત્ર આપીને જુની પેન્શન યોજના લાગુ કરવા માટે, સમાધાન થયા મુજબ ૧-૪-૨૦૦૫ પહેલા નિમણૂંક પામેલા શિક્ષક ક્રર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવા, કર્મચારીઓને નિવૃત સમયે ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર જેવા પડતર પ્રશ્નોની રજુઆત કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News