Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના વાડીભેંસરોટ ગામમાં ઉંડા કુવામાં પડી જવાથી 45 વર્ષીય મજુર નું મોત

  • October 29, 2020 

સોનગઢના વાડીભેંસરોટ ગામના વિસ્તારમાં આવેલ કુવામાં ડોક્યુ કરવા ગયેલા 45 વર્ષીય મજુરનું ઉંડા કુવાના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ ઉકાઈ પોલીસ મથકે દાખલ થયો છે.

 

મળતી માહિતી અનુસાર મૂળ ડાંગ જીલ્લાના આહવા તાલુકાના રોપાઆંબાગામના સાવરખડ ફળિયામાં રહેતા મીરાબેન જયરામભાઈ કાનદ અને તેમનો પરિવાર શેરડી કાપવાની મજુરી કામઅર્થે સોનગઢ તાલુકાના વાડીભેંસરોટ ગામે આવેલ હોય પરંતુ હાલ શેરડીની કાપણી ચાલતી ન હોવાથી આજુબાજુના ગામોમાં ભાત કાપવાની મજુરી કામ કરતા હતા.

 

દરમિયાન તા:૨૬/૧૦/૨૦૨૦ ના રોજ સવારના આશરે સાતેક વાગેના સુમારે મીરાબેન તથા પતી જયરામભાઈ તથા પડાવના બીજા સોળ જેટલા મજુરો વાડી ભેસરોટ ગામમાં જ ભાત કાપવાની મજુરી કામ અર્થ ગયેલા અને બપોરના આશરે બારેક વાગેના સુમારે કામ પુરૂ કરી પરત પડાવ ઉપર આવી ગયેલા અને સાંજના આશરે છ એક વાગે મીરાબેન અને પતિ જયરામભાઈ સાથે ગામમાં આવેલ કરીયાણાની દુકાનમાં કરીયાણાનો સર સામાન લેવા માટે સબસીડી ફળીયામાં નિકળેલા હતા.

 

 

જયરામભાઈએ કુવાના પાણીમાં જોવા માટે ડોક્યુ કરેલ તે દરમ્યાન આ જયરામભાઈ અચાનક કુવાના પાણીમાં પડી જતા મીરાબેન ગભરાઈ ગયેલ અને બુમા બુમ કરેલ 

તે દરમ્યાન ભેંસરોટ ફળીયાથી સબસીડી ફળીયા વચ્ચે એક વડનું ઝાડ હોય અને ત્યાં આગળ કુવો હોય જેથી બંને પતિ પત્ની થોડો આરામ કરવા સારૂ કુવાની સિમેંટ કોક્રીટની ધાર ઉપર થોડી વાર બેસેલ અને બંન્ને વાતચીત કરતા હતા તે દરમ્યાન વડના ઝાડ ઉપરથી નાની ડાળી પાણીમાં પડવાનો અવાજ આવતા જયરામભાઈએ કુવાના પાણીમાં જોવા માટે ડોક્યુ કરેલ તે દરમ્યાન આ જયરામભાઈ અચાનક કુવાના પાણીમાં પડી જતા મીરાબેન ગભરાઈ ગયેલ અને બુમા બુમ કરેલ પરંતુ નજીકમાં કોઈ ન હોય જેથી તરત જ પડાવ તરફ દોડી જઈ અ પડાવમાં હાજર માણસોના ભેગા કરી કુવા તરફ જયરામભાઈને બહાર કાઢવા માટે ગયેલા અને ત્યાં આગળ જોયુ તો જયરામભાઈ પાણીમાં ડુબી ગયા હતા,

 

 

પોલીસ તેમજ ફાયરબ્રિગેડના માણસો ઘટના સ્થળ પર પહોચી જયરામભાઈની લાશને કુવામાંથી બહાર કાઢી હતી. 

બનાવની જાણ ગામના સરપંચને કરતા તેઓએ ગામના તરવૈયા મારફતે કુવા માંથી લાશ ને કાઢવાની કોશિશ કરી હતી પરંતુ કુવો ઉંડો હોય અને પાણી વધારે હોય જેથી લાશ ઘણા સમય પછી પણ ન નિકળતા આખરે પોલીસ તેમજ ફાયરબ્રિગેડના માણસોને જાણ કરેલ અને થોડીવારમાં પોલીસ તેમજ ફાયરબ્રિગેડના માણસો આવતા ઘટના સ્થળ પર પહોચી જયરામભાઈની લાશને કુવામાંથી બહાર કાઢી હતી. બનાવ અંગે મૃતક જયરામભાઇની પત્ની મીરાબેન જયરામભાઈ કાનદની  ફરિયાદના આધારે ઉકાઈ પોલીસે બનાવ દાખલ કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application