ભારત સરકાર દ્વારા વર્ષ-2023નું વર્ષ મિલેટ વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે. જેમાં પ્રધાન મંત્રી નરેદ્ર મોદી દ્વારા મિલેટ ધાન્યનું ઉત્પાદન કરવા અને આહારમાં ઉપયોગ કરવા પર સૌથી વધુ જોર આપે છે. સમગ્ર વિશ્વ મિલેટ (જાડા ધાન)ને પ્રોત્સાહન આપી રહ્યું છે. ત્યારે ડેડીયાપાડા ખાતે છેલ્લા પાંચ વર્ષથી વધુ ખેડૂતો આ મિલેટ ધાન્ય મોરિયું, કોદરી, બંટી, નાગલી સહિત ધાન્ય ઉત્પાદન કરતા આવ્યા છે. આ ધાન્ય પકવતા અમદાવાદની ગ્રીન હબ ફાઉન્ડેશનના સુનીલ ત્રિવેદી અને તેમની ટીમે કરી હતી. જે આજે ધીરે ધીરે 80 ટકા કરતા વધુ ખેડૂતોને આ મિલેટ ધાન્ય પકવતા કર્યા, હવે ધાન્ય તો પાકે છે પણ જો મોટું મિલેટ પ્રોસેસિંગ યુનિટ બને તો ઉત્પાદન વધે અને આવી સંસ્થાઓના સપોર્ટથી ખેડૂતોને ધાન્યના ભાવો પણ સારા મળશે.
ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી અને ગ્રીન હબ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે "મિલેટ પ્રોસેસિંગ યુનિટ"નો શુભારંભ જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં વિસ્તરણ શિક્ષણ નિયામક, કુલપતિ, ગ્રીન હબ ફાઉન્ડેશનના સભ્ય, પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ, અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત મહિલાઓ ઉપસ્થિત રહ્યા. આ "મિલેટ પ્રોસેસિંગ યુનિટ"માં વેક્યુમ પેક મશીન, ડી-હસકીંગ, છોડા કાઢવાનું મશીન, ડી-સ્ટોનર કાંકરી કાઢવાનું મશીન સહિતના મશીનો હાલ આ મિલેટ પ્રોસેસિંગ યુનિટમાં મુકવામાં આવ્યા છે. આગામી દિવસોમાં મિલેટ્સમાંથી પૌઆ બનાવવા, સોજી બનાવવા સહિતના મશીનો લાવી પ્રોસેસિંગ બનાવવામાં આવશેની વાત પણ કરી હતી.
આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, જંક ફૂડની જગ્યાએ ભારતવાસીઓ આજની નવી પેઢી પૌરાણિક પૌષ્ટિક ધાન્ય ખાતા થાય એટલે તેમણે સંસદભવનમાં પણ બધા મંત્રીઓ, સાંસદ સભ્યોને મિલેટથી બનેલી વાનગીઓની ડિનર પાર્ટી રાખી હતી. કોઈ પણ કાર્યક્રમ હોય મિલેટ વાનગીઓ ચોક્કસ રાખવા અનુરોધ કરે છે. ત્યારે મને ગર્વ છે કે, ડેડીયાપાડાના મારા ખેડૂત ભાઈઓ બહેનો પુનઃ મિલેટ ધાન્ય કોદરી, મોરિયું, બંટી, નાગલીનું ઉત્પાદન કરતા થયા છે. તેમાં ગ્રીન હબ ફાઉન્ડેશન અને સુનિલ ત્રિવેદીની ટીમનું વિશેષ યોગદાન છે. વધુ ઉત્પાદન થાય, બધા ખેડૂતો બસ ઓર્ગેનિક મિલેટ પકવે, તો હું માનું છું ડેડીયાપાડા તાલુકો મિલેટની નિકાસ કરતો થઇ જશે. કેળા શેરડી કરતા વધુ આવક કરતા થઇ જશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500