Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ દહેજ ખાતે રોજગાર કચેરી ભરૂચ અને NICS શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જોબ ફેરનું આયોજન કરાયું

  • August 28, 2023 

સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ દહેજ ખાતે રોજગાર કચેરી ભરૂચ અને NICS શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું હતું. આ જોબ ફેરમાં કુલ ૯ કંપનીઓ દ્વારા ૨૨૩ વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ લેવાયો હતો એમાંથી ૩૨ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના આચાર્ય, NICS શ્રમ અને રોજગાર મંત્રાલયના યંગ પ્રોફેશનલશ્રી અને રોજગાર કચેરી ભરૂચના પ્લેસમેન્ટ ઓફિસરશ્રી દ્વારા જોબ ફેર ખુલ્લો મુકાયો હતો. આ જોબ ફેરનું સમગ્ર આયોજન કોલેજના ઉદિશા કોર્ડીનેટર દ્વારા આચાર્યના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલું હતું. કોલેજ સમિતિના સભ્યો સુચારુ સંચાલન દ્વારા જોબ ફેરને સફળ બનાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application