Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના રત્ન કલાકારે વર્ક ફ્રોમ હોમનાં નામે અનેકના એકાઉન્ટમાંથી રૂપિયા ખંખેરી લીધા

  • April 05, 2024 

આજકાલ વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘરે બેસીને બે રૂપિયા કમાવવા મળે તો સારું એવું વિચારીને અનેક લોકો કામ કરવા આતુર હોય છે. પરંતું આવા લોકોનો લાભ લઈને હવે છેતરપીંડી કરવામા આવી રહી છે. ઘરેથી કામ કરવાના બહાને સુરતમાં લાખો રૂપિયાની છેતરપીંડી કરાઈ છે. સુરત શહેરમાં ટેલિગ્રામ ઉપર ઘરેથી કામ અપાવવાનું જણાવીને હોટલમાં ઓર્ડર આપવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન મળશે તેવી લોભામણી લાલચ આપવામા આવી હતી. આ જાહેરાતથી એક બે વખત પેમેન્ટ કરી લોકો પાસેથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવાયા હતા. ત્યારે આવી છેતરપિંડી કરનારા આરોપીને સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત શહેરમાં સાઇબર ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર અલગ અલગ જાહેરાત મૂકીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.



ત્યારે સુરતના એક વ્યક્તિને ટેલિગ્રામ આઈડી પર હોટલમાં ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન આપવાની લાલચ અપાઈ હતી. છેતરપીડી કરનારે વેબસાઈટમાં ફરિયાદીના નામના યુઝરનેમ અને આઈડી પાસવર્ડ બનાવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીને એક એક ટાસ્ક પૂરો કરવા બદલે 1042 રૂપિયાનું કમિશન આપ્યું હતું. ત્યારબાદ વધારે ટાસ્ક માટે ફી ભરવાનું કહી આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ ટાસ્કના નામે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં 7,50,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યાર બાદ 7,50,000 માંથી માત્ર ફરિયાદીને 55,360 રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું હતું અને 6,94,000નું રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું. તેથી અંતે ફરિયાદીએ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરતના પુણાગામ વિસ્તારમાં ચામુંડા નગરમાં રહેતા રત્ન કલાકાર જીગ્નેશ ઉર્ફે જીગો સુથારની ધરપકડ કરવામાં આવી છે. જીગાએ અત્યાર સુધીમાં કેટલા સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તે બાબતે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application