ચીખલી તાલુકામાં કાવેરી નદીના રિવરફ્રન્ટ ઉપર ત્રણ જેટલા શિવલિંગ ધરાવતા પેશ્વાઓના સમયના શ્રી મલ્હારેશ્વર મહાદેવજીના મંદિરના પ્રાગણમાં 30 ફૂટ ઊંચી વિશાળ કદની શિવજીની પ્રતિમા ઉપરાંત મહાશિવરાત્રી નિમિતે ચીખલીના પીપલગભણ ગામના ચિત્રકાર ઋતુરાજ પટેલ અને એમની ટીમ દ્વારા 30×50 ફૂટનું શિવજીનું વિશાળ ચિત્ર બનાવી અલગ-અલગ રંગોળીના કલરથી સજાવવામાં આવી હતી.
શિવજીનું આ વિશાળ ચિત્ર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. શિવાલયોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડી શિવજીને દૂધ અને જળનો અભિષેક કરી બીલીપત્રો અને ધતુરના ફૂલો વગેરે ચઢાવી પૂજા, અર્ચના-દર્શન કરી હતી. મહાશિવરાત્રી નિમિતે શિવાલયો ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application