સુરત શહેરના પાંડેસરા GIDCમાં આગની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રયાગરાજ જેનું નામ હાલ બદલીને તરાના કરવામાં આવ્યું છે. તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જયારે ચાલુ મિલમાં આગ લાગી હોવાથી સ્થળ ઉપર ભારે નાસભાગ મચી ગઈ હતી. આગ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જૂના પ્રયાગરાજના નામે અને હાલ તરાનાના નામ સાથે ચાલતી મિલમાં આગની ઘટના બની હતી. જેથી આગની ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા ભારે ભયનો માહોલ સર્જાયો હતો.
ચાલુ મિલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આસપાસથી લોકો પણ જોવા દોડી આવતાં ટ્રાફિક સર્જાયો હતો. જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ શહેરના 6 ફાયર મથકોની 17 ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે હજુ સુધી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 6 ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવા રવાના થઈ હતી. ભેસ્તાન, મજુરા, માન દરવાજા, ડિંડોલી, દુંભાલ અને નવસારી બજાર મળી કુલ છ ફાયર સ્ટેશનની ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવા પહોંચ્યો છે. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500