ચંદીગઢના ફર્નિચર બજારમાં ગતરોજ ભીષણ આગ લાગી ગઈ હતી. જયારે ફાયર ડિપાર્ટમેન્ટે અધિકારીઓને આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, બપોર પછી લાગેલી આગે અનેક દુકાનોને પોતાની લપેટમાં લીધી હતી જેના કારણે તેમાં રાખવામાં આવેલા ફર્નિચર અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ચંદીગઢ સેક્ટર-53ની બજારમાં લાગેલી આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુકાનદારો અને તેમના કામદારો ઉતાવળે દુકાનોમાં રાખેલો સામાન બહાર કાઢીને રસ્તા પર રાખતા જોવા મળ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડ વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. આ ઘટના સાંજે 4 વાગ્યે બની હતી. તેમાં ઓછામાં ઓછી 11થી વધુ દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. જયારે ગતરોજ ગુરૂગ્રામનાં સેક્ટર-37માં કપડા બનાવવાની એક ફેક્ટરીમાં પણ ભીષણ આગ લાગી ગઈ હતી.
આગ 4 માળની બિલ્ડિંગ પર ઝડપથી ફેલાઈ ગઈ હતી. સાંજે 7.30 વાગ્યા સુધી 20થી વધુ ફાયર ટેન્ડર અને 50થી વધુ કર્મચારીઓ આગ ઓલવવામાં રોકાયેલા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સેક્ટર 37ના ભૂખંડ સંખ્યા 418માં સ્થિત ફેક્ટરીમાં બપોરે 3:00 વાગ્યે આગ લાગી હતી. જેમાં લાખો રૂપિયાના કપડા બળીને ખાખ થઈ ગયા હતા.
ગૌતમબુદ્ધ નગર જિલ્લાના નોઈડા ફેસ-વન પોલીસ સ્ટેશન ક્ષેત્ર અતંર્ગત નોઈડા સેક્ટર-8 સ્થિત પૂંઠું બનાવવાનું કારખાનું બનાવનારી ફેક્ટરીમાં બુધવારે ભીષણ આગ લાગી ગઈ હતી જેને ઓલવવા માટે ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500