ડાંગનાં સુબીર તાલુકાનાં કાંગરીયામાળ ગામે ગતરોજ બપોરનાં સમયે ભારે પવન ફૂંકાતા કુદરતી ચક્રવાત સર્જાયો હતો જેમાં કાંગરીયામાળ ગામના શિવુભાઇ રડ્યાભાઈ પવારનાં ઘરને ખુબ જ નુકસાન થયું છે. જોકે ઘર ઉપરનાં પતરા ઘરની આજુબાજુનાં ઘરો પર તેમજ ઘરથી 100 મીટરની આસપાસ હવામાં ઉડ્યા હતા અને ઘરનાં આજુબાજુ ઠેર ઠેર તૂટેલા પતરાનાં ટુકડાં નજરે પડી રહ્યા છે. જોકે ચક્રવાત સર્જાયો હતો.
તે સમયે ઘરમાં કોઈ માણસ નહી હતું જ્યારે બીજા ગમનભાઈ ધનજુભાઈ પવારનાં અડધા ઘરને નુકસાન થવા પામ્યું છે અને ત્રીજા ફૂલસિંગ કાળુજે પવાર જેમના ઘર ઉપરથી ચક્રવાત પસાર થતાં તેમના ઘરે તેમના બાવીસ વર્ષના વિકલાંગ યુવાનને ચક્રવાતએ ઘેરી લીધો હતો અને ખુરશી પર બેસેલા વિકલાંગ યુવાન હરસિંગ પવારને જમીન પર પટકી દેતા તેમને મોઢાના ભાગે વાગ્યું હતું અને મોઢામાંથી લોહી પણ નીકળ્યું હતું. આમ સર્જાયેલા ચક્રવાતમાં કાંગરીયા માળ ગામે ત્રણ ઘરોને ખૂબ જ નુકસાન પહોંચ્યું હોવાથી ગામના આગેવાનો દ્વારા આ બાબતે ગ્રામ પંચાયત કચેરીએ જાણ કરવામાં આવેલ છે અને સરકાર પાસે અને સ્થાનિક વહીવટી તંત્ર પાસે થયેલ નુકસાનનું વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application