સોનગઢમાં ગુરુવારે પડેલા વરસાદના કારણે બાલઅમરાઈ ગામે એક કાચું મકાન ધરાશયી થવા પામ્યું હતું.પરિવારના સભ્યોને સામાન્ય ઈજા થવા પામી હતી. સદનસીબે મોટી જાનહાની અટકી પડી હતી. ત્યારે કાચુ નળિયા/પતરા વાળું મકાન ધરાશયી થતા આ ગરીબ પરિવાર મકાન વિહોણો બન્યો છે.
મળતી વિગત મુજબ સોનગઢ તાલુકામાં ગુરુવારે સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો અને આ વરસાદના કારણે ગઈકાલે બાલઅમરાઈ ગામના નિશાળ ફળિયામાં રહેતા ગામીત રડતીયાભાઈ તિજયાભાઈ નૂ કાચુ મકાન ધરાશયી થવા પામ્યું હતું. આ ઘટના સમયે તે મકાનમાં સામા પરિવાર સુતો હોય, પરંતુ સદનસીબે કોઈ જાનહાની ના થતા માત્ર આ પરિવારના સભ્યને સામાન્ય ઈજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.
જોકે ઘટના અંગે ગામના તલાટી વિજયભાઈ દેસાઈ (જિલ્લા તલાટી મંડળના ઉપ પ્રમુખ) ને જાણ થતા રાત્રીના સમયે ઘટના સ્થળ પર પહોંચી નુકશાની અંગેનો અહેવાલ તૈયાર કર્યો હતો. ગામીત રડતીયાભાઈ તિજયાભાઈ નૂ કાચું ઘર ધારસાઈ થવાના કારણે ઘર વખરી સહિતનો સરસામાન મળી અંદાજિત રૂપિયા 60 હજારથી વધુનું નુક્શાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મકાન ધરાશયી થતા આ ગરીબ પરિવાર મકાન વિહોણો બન્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500