મહારાષ્ટ્રના ધુલેમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. એક કન્ટેનર તેજ ગતિએ રોડ કિનારે પાર્ક કરેલા અનેક વાહનોને ટક્કર મારી અને પોતે પલટી ગયો. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી પ્રમાણે આ અકસ્માત ધુલે જિલ્લાના પાલાસનેર ગામ પાસે સવારે 11 વાગ્યે થયો હતો. આ ગામ મુંબઈથી 350 કિલોમીટરના અંતરે આવેલું છે. ટ્રકે પહેલા બે મોટરસાઈકલને ટક્કર મારી હતી અને પછી એક કારને ટક્કર મારી હતી. એટલું જ નહીં, ટ્રકે નજીકમાં ઉભેલી બીજી ટ્રકને ટક્કર મારી, પછી રસ્તાની બાજુના ઢાબામાં ઘૂસી ગયો હતો. મહારાષ્ટ્ર હાઈવે પોલીસે આ ઘટનાની જાણકારી આપી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ અકસ્માત ટ્રકની બ્રેક ફેલ થઈ જતા થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500