રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટની સાથે વરસાદે જાણે અમદાવાદને બાનમાં લીધુ હોય છે. ગત રાત્રિએ અમદાવાદમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. અત્યાર સુધીના લેટેસ્ટ આંકડાની વાત કરીએ અમદાવાદમાં મોડી રાતે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં ભારે વરસાદના કારણે આવતી કાલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં ગઈ રાતે ધીમી ધારે શરુ થયેલો વરસાદ સવારે અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા બાદ બપોરના એક વાગ્યે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોને વરસાદે જળબંબાકાર કર્યા બાદ ફરી ત્રણ વાગે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેની સાથે જ રાત જેવું અંધારું છવાઈ ગયું હતુ. ધોધમાર વરસાદના કારણે થોડીક ક્ષણોમાં જ અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા અને કેટલાક ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.
અમદાવાદમાં રાતે જ સુસવાટા સાથે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. અને રાતથી જ વાતાવરણ બદલાઈ ગયું હતું. સવારથી સમગ્ર અમદાવાદ ધોધમાર વરસાદ શરુ થઈ ગયો હતો. જેથી અનેક અન્ડરબ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતા 28 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. આ સાથે પરિમલ ગાર્ડન સહિત અનેક અંડરપાસમાં ગાડીઓ ડૂબી જાય એટલાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે તકલીફ પડી હતી અને અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. અખબારનગર, મીઠાખળી અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિને પગલે બંધ કરવાની ફરજ પડી હતી. ધોધમાર વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
અમદાવાદમાં સૌથી વધુ વરસાદ નરોડા અને મણિનગર વિસ્તારમાં ખાબક્યો હતો. અહીં માત્ર ત્રણ કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અને હજુ આઠ વાગ્યા સુધી અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હાલમાં પણ સતત વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. અમદાવાદમાં રાતે જ સુસવાટા સાથે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. અને રાતથી જ વાતાવરણ બદલાઈ ગયું હતું. સવારથી સમગ્ર અમદાવાદ ધોધમાર વરસાદ શરુ થઈ ગયો હતો. જેથી અનેક અન્ડરબ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. મીઠાખળી પરિમલ અને અખબાર નગર બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતા 28 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ નરોડા અને મણિનગર વિસ્તારમાં ખાબક્યો હતો.
અહીં માત્ર ત્રણ કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અને હજુ આઠ વાગ્યા સુધી અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હાલમાં પણ સતત વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. અમદાવાદના અમરાઈવાડીમાં આવેલ ભાઈપુરા વોર્ડમાં ભરાયા ઘૂંટણસમા પાણી ભરાયા છે. વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. તો એક્સપ્રેસ હાઈવે સામે આવેલી કર્ણાવતી હરી દર્શન બંગ્લોઝના રોડ પર પાણી ભરાતા સ્થાનિકો સહિત વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મણિનગરના ભૈરવનાથ રોડ પર લોકો અવર જવર માટે બોટનો ઉપયોગ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
અમદાવાદમાં ભારે વરસાદથી શહેરમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. અમદાવાદના એસજી હાઈવે, મકરબા, ગોતા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા. વેજલપુરમાં બકેરી સીટી પાસે પણ પાણી ભરાયા છે. ભારે વરસાદથી વિસ્તારમાં રોડ પર પાણી જ પાણી ભરાયું છે. વાહનચાલકો, રાહદારીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. શહેરમાં ગટરો ઉભરાતા લોકો પરેશાન થયા છે. તંત્રની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. અહીં અસારવા ઓમ નગર રેલવે ક્રોસિંગ પર બની રહેલા અંડર પાસ નજીક ભેખડ ધસી પડી હતી, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભેખડની નજીક 10થી 15 જેટલા નાના ઝૂંપડા અને ચાલીના મકાનો આવેલા છે. અંડરપાસની કામગીરી ચાલુ હોવાના કારણે ત્યાં ભેખડ ધસી પડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભેખડ ધસી પડવાના પગલે નાગરિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ડરના કારણે લોકો વરસતાં વરસાદમાં પણ ઘરની બહાર આવી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application