Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમેરિકામા ભારતીય મૂળના એક પોલીસ જવાનના નામે કેલિફોર્નિયાના હાઈવેનું નામ રખાયું

  • September 06, 2023 

અમેરિકામાં ભારતીય મૂળના એક પોલીસ જવાનના નામે કેલિફોર્નિયાના એક હાઈવેનું નામ રખાયું છે. અમેરિકી મીડિયા અનુસાર, વર્ષ-2018માં ટ્રાફિક ડ્યુટી દરમિયાન એક જવાનને ગેરકાયદે પ્રવાસીએ ગોળી મારી દીધી હતી જેમાં તે શહીદ થઈ ગયા હતા. અહેવાલ અનુસાર, કેલિફોર્નિયાના ન્યૂમેનમાં હાઈવે-33નું વિસ્તરણ કરાયું છે. આ હાઇવેનું નામ હવે ભારતીય મૂળના પોલીસ જવાન રોનિલ સિંહના નામે રખાયું છે. તારીખ 3 સપ્ટેમ્બરનાં રોજ હાઇવે-33 અને સ્ટુહર રોડ પર એક સમારોહમાં કોર્પોરલ રોનિલ સિંહ મેમોરિયલ હાઈવેની જાહેરાત કરાઈ હતી.


આ દરમિયાન રોનિલ સિંહને સમર્પિત સાઈન બોર્ડનું અનાવરણ પણ કરાયું હતું. કાર્યક્રમમાં રોનિલની પત્ની અનામિકા, તેમનો દીકરો અર્નવ અને પરિવારના અમુક સભ્યો સાથે ન્યુમેન વિભાગના અમુક સાથી કર્મી પણ હાજર હતા. પિતાની હત્યા વખતે અર્નવ ફક્ત પાંમ મહિનાનો હતો. સાઈન બોર્ડ પાછળ સંદેશ લખ્યો છે. જેમાં અર્નવે લખ્યું છે કે, લવ યુ પપ્પા. આ દરમિયાન કેલિફોર્નિયા વિધાનસભાના સભ્ય જુઆન એલાનિસે ટ્વિટ કરીને હાઇવેના અનાવરણ વિશે અને ભારતીય મૂળના અધિકારી પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application