Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુમુલ ડેરી રોડની સોસાયટીમાં મકાનમાં ચાલતું હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, વેપારીઓ સહિત ૯ પકડાયા

  • September 03, 2020 

મહિધરપુરા પોલીસે ની એક સોસાયટીમાં મકાનમાં મોડી રાત્રે છાપો મારી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડ્યું હતું. પોલીસે ઝડપાયેલા વેપારીઓ સહિતના ૯ જુગારીઓ પાસેથી રોકડ રૂપિયા ૫ લાખ ૪૧ હજારની રોકડ, ૧૧ મોબાઈલ અને ૪ કાર સહિત ૭ વાહન કબજે લીધા હતા. પોલીસે ૮૨ લાખ ૮૪ હજારનો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી હતી. જોકે, વહેલી સવારે તમામને જામીન પર મુક્ત પણ કરી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે.

 

સુમુલ ડેરી રોડની સરદાર નગર સોસાયટીના એક મકાનના પહેલા માળે હાઈ પ્રોફાઈલ જુગારધામમાં ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. જ્યાં જુગાર રમતા કેટલાક વેપારીઓ સહિત ૯ જણા પકડ્યા હતા. પોલીસને જુગારીઓ પાસેથી ૫ લાખ ૪૧ હજારની રોકડ મળી આવી હતી. તપાસમાં કેટલાક કાપડના વેપારી, આંગડીયા પેઢીના માલિક, જમીન દલાલ હોવાનું બહાર આવ્યું હતું.

 

પોલીસે ૧૧ મોબાઈલ, ૪ કાર અને બાઇક સહિત રૂપિયા ૮૨ લાખ ૮૫ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે, મોડી રાત્રે તપાસ પૂર્ણ થયા બાદ તમામને પોલીસ સ્ટેશન લવાયા હતા. જ્યાં તમામના નિવેદન લેવાયા બાદ વહેલી સવારે જામીન પર છોડી મૂકાયા છે. પોલીસે જુગારીઓ પાસેથી જપ્ત કરાયેલી રોકડ અને વાહનોને લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

 

પકડાયેલા જુગારી

 

(૧) મિહિર પટેલ ઉ.વ. ૪૦ રહે. સુમુલ ડેરી રોડ સરદાર નગર સોસાયટી

(૨) જયદીપ બ્રહ્મભટ્ટ ઉ.વ. ૨૬ રહે. એજન

(૩) વિપુલ પટેલ ઉ.વ. ૪૩ રહે. સુંદરવન સોસાયટી કતારગામ

(૪) મનહર પટેલ ઉ.વ. ૫૭ રહે. બોરખ્ખા રો હાઉસ, વરાછા

(૫) દિનેશ પટેલ ઉ.વ. ૩૯ રહે. રિવર્યું એપાર્ટમેન્ટ વરાછા

(૬) અશ્વિન પટેલ ઉ.વ. ૩૦ રહે. નાના વરાછા સિદ્ધર્થ બંગલો (જમીન દલાલ)

(૭) રાકેશ ભાડાની ઉ.વ. ૪૦ રહે. દિવ્ય જ્યોત એપાર્ટમેન્ટ, સુમુલ ડેરી રોડ (આંગડીયા પેઢી માલિક)

(૮) જીજ્ઞેશ પટેલ ઉ.વ. ૩૫ રહે. પટેલ નગર એ કે રોડ

(૯) મુકેશ માલાની ઉ.વ. ૩૫ રહે. સરથાણા માનસરોવર સોસાયટી (કાપડ વેપારી)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application