માહે સપ્ટેમ્બર માસની દેશ આખામાં 'પોષણ માસ' તરીકે ઉજવણી થઇ રહી છે ત્યારે, આઇ.સી.ડી.એસ.ના મુખ્ય હેતુ એવા કુપોષિત બાળકોને સુપોષિત કરવાના સંદર્ભે તાજેતરમાં આહવા તાલુકાના અતિકુપોષિત બાળકોની આરોગ્ય તપાસનો કેમ્પ યોજાયો હતો. આરોગ્ય અને પોષણના અતિ મહત્વના ઇન્ડિકેટરને ધ્યાને લઇ, આઇ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત-ડાંગ, અને સરકારી આર્યુવેદિક હોસ્પિટલ-આહવાના સંયુક્ત ઉપક્રમે, કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આહવા તાલુકાના અતિકુપોષિત બાળકોની આરોગ્ય તપાસનો કેમ્પ સરકારી આર્યુવેદિક હોસ્પિટલ ખાતે યોજયો હતો. જેમાં કુલ ૩૭ કુપોષિત અને ૧૮ અતિકુપોષિત બાળકો મળી કુલ ૫૫ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application