વલસાડ જિલ્લા આરોગ્ય ખાતાના માર્ગદર્શન હેઠળ વલસાડ તાલુકાના ચણવઈ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિનચેપી રોગોનું સ્ક્રીનીંગ, કિશોરીનું સ્વાસ્થ્ય તપાસણી અને કાઉન્સેલિંગ, સગર્ભા માતાઓને આરોગ્ય અને ખોરાક સબંધિત સમજણ અંગેની કામગીરી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩નું વર્ષ મિલેટ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે સબંધિત ખોરાકના ઉત્તમ ઘટકો અને પોષિત ખોરાકની પ્રાયોગિક જાણકારી પણ આપવામાં આવી હતી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઉત્તમ ગુણવત્તા સભર કાર્ય કરવામાં આવ્યું હતું. આ હેલ્થ મેળાનું ઉદઘાટન કુંવારી શિક્ષિત માતા અને તેના બાળકના હસ્તે કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય મેળામાં વાહકજન્ય રોગોની જાણકારી અને મલેરીયા અટકાયતી પગલાં રૂપે જીવવિજ્ઞાન નિયત્રંણના પ્રયોગોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. સમગ્ર હેલ્થ મેળામાં દરેક આરોગ્ય કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application